રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
મહિસાગર જિલ્લાના લુણાવાડા બ્રાહ્મણ સમાજનો આશાસ્પદ યુવા ચહેરો એવા ક્રિનેશ જોષીની અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પિયુષભાઈ ઓઝા અને પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ દ્વારા પ્રદેશ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવતા સમગ્ર મહિસાગર જીલ્લામાં લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી લુણાવાડા તાલુકાના કાકાના સુતારીયાના વતની ક્રિનેશ જોષી કેટલાય વર્ષોથી વિવિધ સંગઠનમાં નિષ્ઠા પુર્વક સેવાઓ આપી રહ્યા હતા. તો તેમની કામગીરી ને માન આપી ને આ નિમણૂંક કરવા મા આવી. તેમજ રાષ્ટ્રીયવાદ અને સેવાકીય પ્રવૃતિની વિચારધારાથી પ્રેરીત આ સંગઠનનો વિસ્તાર દિવશે દિવશે વધતો જાય છે.સામન્ય પરિવારમા જન્મેલા અને નાની ઉંમર મા જ યુવા નેતા તરીકે ઉભરાઇ આવેલા એવા ક્રિનેશભાઈ છેલ્લા સાત (7) વર્ષ થી પ્રજાલક્ષી સેવાકાર્યો કરી રહ્યા છે. તેથી તેમણે ખુબ જ લોક ચાહના મેળવી છે.