મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી

Corona Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

મહીસાગર જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ રમણભાઈ પટેલ તેમની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાર દિવસની આયુર્વેદિક અને એલોપેથિક સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. લુણાવાડા તાલુકાના ચપટીયા ગામલોકોએ પોતાના ગામના કોરોના યોધ્ધા રમણભાઈનું ઉમળકાથી ફૂલ વરસાવી સોશીયલ ડિસ્ટન્સ જાળવી સ્વાગત કર્યું
 લુણાવાડા તાલુકાના ચપટીયા ગામના બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સ રમણભાઈ પટેલ લેબમાં ફરજ બજાવતા હતા અને તેમનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાર દિવસની આયુર્વેદિક અને એલોપેથિક સારવાર બાદ કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 12 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. ગામલોકોએ પોતાના ગામના કોરોના યોધ્ધા રમણભાઈનું ઉમળકાથી ફૂલ વરસાવી સોશીયલ ડિસ્ટન્સ જાળવી સ્વાગત કર્યું. તેમણે વિડીયો સંદેશમાં સરકાર અને મહીસાગર જિલ્લા તંત્રનો સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો સાથે સાથે લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, અને વારંવાર હાથ ધોવાની જનજાગૃતિથી જ કોરોનાને હરાવી શકાય છે તેનો સંદેશ આપ્યો વધુમાં કોરોના વોરિયર્સને સહકાર આપવા અપીલ કરી.  
  જિલ્લામાં તેમની સાથે સંતરામપુર તાલુકાનાં વધુ એક મળી કુલ બે કોરોના દર્દીએ પણ કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ કેસની સંખ્યા 81 માંથી 41 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *