રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોવિડ-૧૯ની જન જાગૃતિ માટે શપથ લેવામાં આવી, વિશ્વમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત તાલુકાથી ગ્રામ્યકક્ષા સુધી કોરોના અટકાયતના ભાગરૂપે ગામના છેવાડાના માનવી સુધી આ બીમારી વિશે વ્યાપક પ્રમાણમાં લોક જાગૃતિ આવે તે માટે ભારત સરકાર દ્વારા “કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન” સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લોકો માસ્ક પહેરે,વારંવાર સાબુથી હાથ ધુએ તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરે અને સોશીયલ ડિસ્ટન્સ રાખે તેવી જનજાગૃતિનો આ સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે રાજુલા તાલુકાના હેલ્થ સ્ટાફ દ્વારા પ્રા.આ.કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ લોકોને શપથ લેવડાવવામાં આવી હતી. તેમજ આજે “ગ્લોબલ હેન્ડ વોશ ડે’ની ઉજવણીના ભાગરૂપે લોકોને હાથ ધોવાની યોગ્ય પ્રદ્ધતિ છ સ્ટેપ સાથે શીખવવામાં આવી. જેમા યાદ રાખવા જેવું અને જીવનભર ઉપયોગી થાય તેવું શોર્ટ ફોર્મ શીખવા જેવું છે તે SUMAN-K એટલે કે હાથ પાણીથી ભીના કરી સાબુ હાથમાં ધસ્યા પછી સિધ્ધા(S) અને ઉલ્ટા(U) હાથ ઘસવા,બંને હાથની મુઠ્ઠીઓ(M),અંગુઠા(A),નખ(N) અને કાંડાને(K) ઘસવા અને છેલ્લે પાણી વડે હાથ સાફ કરી લેવા આ સ્ટેપ દ્વારા સંપૂર્ણ અને સાચી રીતે હેન્ડ વોશ કરી શકાય છે. તેમજ આ રીત મુજબ હાથ ધોવામાં આવે તો હાથ ઉપર રહેલા તમામ બેક્ટેરિયા અને વાયરસનો નાશ થઈ જાય છે. તેમજ કોરોના સિવાય પણ ઘણી બધી બીમારીઓ થતી અટકાવી શકાય છે.આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,ડૉ.એન.કે.વ્યાસ,સુપરવાઇઝર સંજયભાઈ દવે અને નજુભાઈ કોટીલા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ કરવામા આવી રહી છે. તેમજ આરોગ્યને લગતી મહત્ત્વની કામગીરીમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે.