રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
હાલ જ્યારે વિશ્વમાં કોરોના વાયરસની ભયંકર મહામારી ફેલાઈ છે ત્યારે આ કોરોના વાઈરસ જે બ્લડ ઓછું હોય, થેલેસેમિયાના દર્દીઓ હોય, ડાયાબિટીસના દર્દીઓ, કેન્સરના દર્દીઓ,તાવ શરદી ઉધરસના દર્દીઓ આવા દર્દીઓમાં આ કોરોનાનું સંક્રમણ તરત જ અસર થવાની સંભાવના વધી ગઈ છે. જેને લઈને અમદાવાદ જિલ્લામાં ઠેરઠેર થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. માંડલ તાલુકાના કડવાસણ ગામમાં તા.8 જૂનના રોજ થેલેસેમિયાના દર્દીઓ માટે કુલ 33 બોટલો રક્ત (બ્લડ) એકઠુ કરવામાં આવ્યું હતું. આ બ્લડ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સામે આવેલી રેડક્રોસ બ્લડ સંસ્થા જેઓની એમ્બ્યુલન્સ કાર માંડલના કડવાસણ ખાતે આવીને આ એમ્બ્યુલન્સ વાનમાં જ આ રક્તદાન કાર્યક્રમ યોજ્યો હતો.