રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સોના – ચાંદીનો વેપાર કરતા વેપારી ઉપર હુમલો
છરી વડે હુમલો કરી દાગીંનાનો થેલો લઇ ફરાર
હાલમાં લોકડાઉનની સ્થિતિ હોઈ પાટડીમાં બજારો બપોરે બંધ થઇ જાય છે .જેથી પાટડીની મેઈન બજારમાં ચામુંડા જવેલર્સ નામથી દુકાન ધરાવતા જગદીશભાઈ પંચાસરા બપોરે દુકાન બંધ કરી થેલામાં સોના – ચાંદીના દાગીના લઈને ઘરે જતા હતા .ત્યારે તેઓ ઘર ની ગલીમાં જતા હતા તેવામાં પાછળથી એક શખ્સ આવ્યો અને જગદીશભાઈના હાથમાંથી થેલો ખેંચવા લગતા બંને વચ્ચે ઝપા ઝપી ,થતાં આ શખ્સે છરી કાઢી અને જગદીશભાઈના હાથે મારતાં જગદીશભાઈના હાથમાંથી થેલો છૂટી જતા આ શખ્સ થેલો લઈને ભાગતા જગદીશભાઈ બૂમો પડતા પાછળ દોડ્યા હતા ,ત્યારે આગળ એક માણસે આ શખ્સને હાથમાં છરી અને થેલો લઈને જતા જોયો અને પાછળ લોકો બૂમો પડતા હોઈ આ માણસે આ શખ્સના હાથમાંથી થેલો લેવા જાય ત્યાં પણ ઝપા ઝપી થતા શખ્સ થેલો મૂકી ભાગ્યો હતો અને આગળ જતા તેનો સાથીદાર બીજો શખ્સ બાઈક લઈને આવતા બંને શખ્સો રફુ ચક્કર થઇ ગયા હતા ,આ બનાવની જાણ પાટડી માં થતાંજ વેપારીઓ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન દોડી ગયા હતા .ઉપરોક્ત બાબતે જગદીશભાઈએ પાટડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી છે ,જેના અનુસંધાને પાટડી પોલીસ બજારના સી .સી ટીવી .ના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે . ગઈ કાલે પણ પાટડી એસ .બી આઈ .પાસે એક વ્યક્તિ થેલીમાં રૂપિયા લઈને આવતા કોઈ શખ્સ થેલી ને ચીરો મારતા જોઈ જતા આ શખ્સ ભાગી ગયો હતો. આમ પાટડીમાં દિન દહાડે લૂંટના બનાવો વધતા કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠ્યા હતા.