પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં માં ચામુંડાનું એક પૌરાણિક મંદિર આવેલું છે ચામુંડા માતાજી પંચાલ કુળના કુળદેવી છે. હાલોલ નગરમાં આવેલા પંચાલ સમાજની વાડી તેમજ પંચાલ ધર્મશાળાનું કામ પ્રગતિમાં છે એવામાં પંચાલ સમાજના પ્રિયાબેન સંજયકુમાર પંચાલ (આણંદ) જેઓ હાલ યુ.કે.ના નિવાસી છે તેમના તરફથી આજરોજ પંચાલ પંચ ધર્મશાળાના નિર્માણ અર્થે રૂ.૩૫,૦૦૦/- નો ચેક શ્રી પ્રવીણભાઈ મગનભાઈ પંચાલ પ્રમુખશ્રી પંચાલ સમાજ હાલોલને અર્પણ કરેલ અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જો આજ રીતે સમાજના દરેક વ્યક્તિ ઉદાર હાથે દાન કરે તો સમાજના ઉપયોગી કાર્યમાં રાહત રહે તેવું હાલોલ પંચાલ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ પંચાલે જણાવ્યું હતું.
Home > Madhya Gujarat > Halol > હાલોલ પંચાલ સમાજને ધર્મશાળાના બાંધકામ અર્થે પ્રિયાબેન ઘ્વારા ઉદાર હાથે દાન કરવામાં આવ્યું.