રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બીરસા મુંડા ઝારખંડ ના સ્વાતંત્ર સેના ના ક્રાંતિકારી હતા. બીરસા મુંડા એ 26 વર્ષ ની ઉમરથી અંગ્રેજો સામે ઘણી વાર લડતો લડી હતી અને ઘણીવખત તેઓની ધડપકડ પણ થઈ હતી. ભગવાન બિરસા મુંડા ની 120 મી પુણ્યતિથિ નિમિત્તે રાજપીપળાના સેવાભાવિ મિત ગ્રુપના આદિવાસી યુવકો દ્વારા સ્વૈચ્છિક રકતદાન કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિતગ્રુપ દ્વારા સતત 5 વર્ષ થી અત્યાર સુધી 1800 ની ઉપર ફક્ત ઇમરજન્સી માં રકતદાન કરી આદિવાસી સમાજ માં સેવા પૂરી પાડી છે, ત્રણ વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે તથા દવાખાના માં કોઈ સેવા હોય તથા સમાજને લગતી તમામ સેવા માં હંમેશા આગળ હોય છે.આજે કોરોના જેવા કપરા સમય માં પણ ભૂખ્યા ને ભોજન તથા જરૂરિયાત મંદ ને કીટ આપી સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે બિરસામુંડાજી એ આઝાદી પહેલા અંગ્રેજો સામે કેટલીક લડાઇયો લડી બે વર્ષ જેલ માં રહ્યા તથા તેમનું જેલ માંજ રહસ્યમય મૃત્યુ થયું હતું. તથા તેઓ જર્મન મિશન સ્કૂલ માં ભણ્યા હતા અને અને સમાજ ને જાગૃત કરવા ઘણા પ્રયાસો કર્યા હતાં .આજે પણ આદિવાસી સમાજ તેમને યાદ કરે છે અને આજે તેમની જ્યંતી નિમિતે મિત ગ્રુપે આદિવાસી સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે. આજે ફરી કંજાલના હરિભાઈ સોમાભાઈ વસાવા ને ઈમરજન્સી માં બ્લડ આપી સેવા પુરી પાડી છે .જેમાં મિત ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશ વસાવા,આશિષ વસાવા, આકાશ વસાવા તથા આસુતોષ તડવી જમણે પ્રથમ વાર રક્તદાન કર્યું હોય તેથી આ યુવાનો નો આદિવાસી સમાજ તથા મિત ગ્રુપે આભાર માન્યો હતો.