પાટડી નગરપાલિકાના પ્રમુખ સુરેખાબેન પટેલ, કારોબારી ચેરમેન મોહનલાલ ઠક્કર અને ચીફ ઓફિસર પી.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા કોરોના વાયરસના પગલે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પાટડી પથંકને તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારે નગરપાલિકાના સાગરભાઇ રબારીની આગેવાનીમાં સફાઇ કામદારોની ટીમ દ્વારા સરકારી હોસ્પિટલ અને તળાવની સાથે નગરને ચોખ્ખું કરી દેવાયું હતું.