બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
તિલકવાડાં તાલુકામાં કોરોના ના નવા ત્રણ કેસ નોંધાયા છે જેમાં તિલકવાળા નગર ના ૨૩ વર્ષિય યુવાન ગોળાતલાવડી ગામ ની ૧૬ વર્ષિય મહિલા અને કાકડ્યા ગામ ની ૭ વર્ષિય બાળકી નો સમાવેશ થાય છે તિલકવાડાં તાલુકામાં કોરોના સંક્રમણ નો ધીમા પગે પગ પેસરો થઈ રહ્યો છે જેના લીધે તિલકવાડાં તાલુકામાં કોરોના ના કેસો વધી રહ્યા છે તિલકવાડાં તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય તત્ર સહિત વહીવટી તંત્ર ચિંતાતુર જોવા મળી રહ્યું છે લોકલ સંક્રમણ ને લીધે વધી રહેલા કોરોનાના કેસો ને લઈ તિલકવાડાં સહિત જિલ્લાવાસીઓ એ સતર્ક રહેવાની જરૂર છે તિલકવાડાં તાલુકામાં ત્રણ પોઝિટિવ કેસ આવ્યા હોવાની જાણ થતાં આરોગ્ય ખાતા તથા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને પ્રાંત અધિકારી જન્મ ઠાકોર.મામલતદાર પૂર્વસ ડામોર.પી.એસ.આઈ(એ.એમ પરમાર) આરોગ્ય વિભાગ ના સુબોધ કુમાર સહિત નો કાફલો સ્થર પર પહોંચી ને દર્દીઓને રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને દર્દીઓના ઘર ની આજુબાજુ કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા હતા સાથે જ બાજુના વિસ્તાર ને બફરજોન જાહેર કરવામાં આવ્યા હતા.