રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
બે વર્ષથી ૫૦ જેટલા ખેડૂતોને નાળાનાઅભાવે ખેતરવાડી જવાનો રસ્તો બંધ થઇ જતાં ખેડૂતોમાં સરકાર સામે રોષ
સરકાર દ્વારા ખેડૂતોને નર્મદાના નીર મળી રહે તે માટે માઈનોર પેટા કેનાલ બનાવવામાં આવે છે પરંતુ સરકાર ના આયોજન ના અભાવ હોવાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના રણજીગઢ હળવદગામની સીમમાં બન્યો હતો. 2018માં માઈનોર કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ તે સમયે નર્મદા વિભાગ દ્વારા નાળા નહિ બનાવતા ૫૦ ખેડૂતો ની હાલત કફોડી બની હતી તેમના ખેતર વાડીએ જવું હોય ત્યારે પારાવાર મુશ્કેલી અને હાલાકી વેઠવી પડે છે ત્યારે રણજીતગઢ થી હળવદ ગામની સીમમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોઓમા સરકારે સામે રોષ વ્યકત કર્યો હતો.
હળવદ તાલુકામાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ ડિ.૧૯ વર્ષ 2018 થી ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા માઈનોરપેટા કેનાલબનાવવામાં આવી હતી હળવદ ની સીમ અને રણજીતગઢ ગામનીસીમમાંથીના છેવાડાના ખેડૂતો ઓ પિયત માટે પાણી મળે રહે તે માટે માઈનોર કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ જે તે સમયે નર્મદા વિભાગ દ્વારા નાળુ નહિ બનાવતા જેના કારણે 50 જેટલા ખેડૂતોની હાલત કફોડી બની હતી. રણજીતઞઢ થી હળવદ ગામની સીમમાં જવાનો રસ્તો પણ બંધ થઇ જતાં જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો આ અંગે રણજીતઞઢ ગામના ખેડૂત પિયુષભાઈ પટેલ. પ્રકાશભાઈ મોરી. લાભુ બેન પટેલ. ભરતભાઈ મોરી .સહિતના ખેડૂતોએ સૌરાષ્ટ્ર શાખા નાયબ ઈજનેર ધ્રાગધ્રા ગાંધીનગર સચિવ. જિલ્લા કલેકટર સુરેન્દ્રનગર મામલતદાર હળવદ સહિતના અધિકારીઓને વર્ષ 2018માં લેખિતમાં અને મૌખિક મા અનેકવાર રજૂઆત કરી છે તો તંત્ર દ્વારા તાત્કાલીક નાલું કરવામાં આવે એવી માંગ ઉઠી છે.