રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
કોરોના વાયરસની મહામારી સંદર્ભે ભારત દેશમાં તા.૨૫ માર્ચ થી તા.૩૧ મે સુધી લોકડાઉન જાહેર થયુ હતું. ત્યારબાદ તા.૦૧ જૂન થી અનલૉક-૧ ચાલુ થયા ની સાથે સામાન્ય વાહન વ્યવહાર ચાલુ થતાં રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફીક નિયમનો ભંગ કરતા લોકોને તા.૦૫ જૂન થી ઇ-ચલણ ઇસ્યુ કરવાની પુન:શરૂઆત કરવામાં આવી છે. જેથી તમામ લોકોને ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે.