રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાનું પ્રસિધ્ધ મંદિર જે કોવિડ-૧૯ ની મહામારી ને કારણે તારીખ-૨૧મી માર્ચ થી લોકડાઉન કરવામાં આવેલ હતું. જેને શ્રી દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમાં થયેલા ચર્ચા અને આયોજન મુજબ સરકાર ની મંદિરો અને દેવસ્થા નો ખોલવા માટેની કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ તા.૦૮ જુન તથા ૧૨ જુન ના રોજ મંદિરને સંપુર્ણ સેનિટરાઇઝ કરી તા.૧૩ જુન ને શનિવાર ના રોજ સવારે મંગલા આરતી કરી દર્શનાર્થી ઓ અને ભાવિક ભકતો માટે પુજા અર્ચના માટે ખુલ્લુ મુકવામાં આવશે.જેમાં દર્શન માટે આવનાર તમામ દર્શનાર્થીઓએ સરકાર દ્વારા પ્રસિધ્ધ કરેલ મંદિરો તથા દેવસ્થાનો માટેના તમામ દિશા નિર્દેશ તથા નિયમો નું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમજ મંદિર પ્રવેશ પહેલા તમામ દર્શનાર્થી ઓએ ફરજીયાત રીતે હાથ સેનેટરાઈઝ કરી મોઢા પર માસ્ક અથવા રૂમાલ ઢાંકી જરૂરી અંતર જાળવી મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.