રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
જિલ્લામાં કોરોના વાયરસનો માત્ર એક દર્દી એક્ટીવ
સમગ્ર દેશ કોરોના વાયરસથી પ્રભાવિત થયું છે. સરકાર આ આ મહામારીના વાયરસ સામે હંમેશા સર્તક રહી કામગીરી કરી રહી છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે. જેના પરીણામે ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૨ દર્દીઓએ કોરોના મુક્ત થતા રજા અપાઈ છે. જિલ્લામાં ૪૫ માંથી ૪૪ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. અને હાલમાં માત્ર એક જ દર્દી એક્ટીવ છે.
વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ કાલીયાન બોરખતરીયા (ઉ.વ.૨૨) અને કૌશલ્યાબેન કલીયાનભાઈ બોરખતરીયા (ઉ.વ.૫૨) કોરોના વાયરસ માંથી મુક્ત થતા તેઓને સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતેથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના ડોકટર અને કર્મચારીઓએ કાળજીપુર્વક દર્દીઓની સારવાર અને સાવચેતી રાખી ૪૪ દર્દીઓને કોરોના મુક્ત કર્યો છે. છેલ્લા ત્રણ દર્દીઓ પૈકી બે દર્દીઓ સ્વસ્થ થતા જિલ્લામાં માત્ર એક જ દર્દી કાજરડી વાડી વિસ્તાર ઉ.વ.૪૨ કોરોનાગ્રસ્ત છે. જેને પણ કોરોના વાયરસ માંથી મુક્ત કરવા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.