રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હાલતો ઉનાળામાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર ચડી રહ્યોં છે તેમ તેમ પાણીની સમસ્યા પણ સપાટી પર આવી રહી છે તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી માનગઠ ગામને પીવાલાયક પાણી ન પહોચાડતા ગ્રામજનોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલતો ગ્રામ જનો ક્ષારયુક્ત પાણી પીવા મજબુર બન્યા છે.
હળવદના માનગઠ ગામે પિવાલાયક પગામમા પીવા માટેના પાણીનો બોર તો છે પરંતુ બોરમાંથી નીકળતુ પાણી ક્ષાર વાળુ હોવાથી ગ્રામજનોને પથરી થવાનો ભય સતાવી રહ્યો છે પાઇપલાઇનથી નર્મદાનું પાણી આપવામા આવતુ હતુ પરંતુ ગામમાં પાણીની પાઇપ અજીતઞઢ થી નદી માંથી સીધી ગામમાં પહોંચાડેલ હતી એને રેતી માફિયા રેતી ના ઉડા ખાડા કરી તોડી નાખેલ છૅ જેથી પાણી પહોંચતું નથી. ગ્રામજનો જણાવી રહ્યા છે કે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર દ્ધારા ગામમાં પીવાલાયક પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી પાણી ની સમસ્યા ઉકેલવા તંત્ર નિષફળ રહયુ છે, ગામજન પાણી વગર ભારે મુશ્કેલી વેઠવી પડે છે તો તાત્કાલિક ધોરણે માનગઠ ગામમાં પીવાલાય પાણી આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.