રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેર અને આજુબાજુ ના ગામોમા એકાએક વાતાવરણમાં પલટો મારતા આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું ત્યારે જોરદાર પવન અને વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડયુ હતું વરસાદના કારણે હળવદના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી ઝાપટુ પડતા હળવદમાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો વરસાદી વાવાઝોડાના કારણે .ધુળ ડમરીઓ ઉડતાવાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી હળવદ તાલુકાના ટીકર,માલનીયાદ, ધનાદ,માનગઢ ઘાટીલા મિયાણી ઘનશ્યામપુર માનસર ભલગામડા શક્તિનગર ઘનશ્યામ ગઢ અમરાપર કવાડીયા સહિતનાઓ ગામો માં વરસાદી ઝાપટુ પડયુ હતું વરસાદને લઈને હળવદ પંથકમાં ઠંડુગાર વાતાવરણ સર્જાયું હતું.