દેશમાં હાલ ટેલિવિઝન તેમજ મોબાઈલ ટેક્નોલોજી યુગ ચાલી રહ્યો છે. તેવામાં એવા ઘણા બધા યુવાનો છે જે ખોટી સંગતમાં તથા આ ટેક્નોલોજીના યુગમાં ચાલી રહેલો દેખા દેખી તેમજ જલ્દી ફેમસ થવાના પ્રવાહમાં પોતાનું જીવન બરબાદ કરી રહયા છે તેઓ જ્યારે જુઓ ત્યારે લુખ્ખાગીરી કરતા જોવા મળે છે. આવા લોકો છોકરીઓની છેડતી કરવી,મહિલાઓની છેડતી કરવી કારણ વગર ઝગડાઓ કરવા,રસ્તે આવતા જતા લોકોને પરેશાન કરવા વગેરે કામો કરતા હોય છે. જેના લીધે સામાન્ય લોકો ભય અને પરેશાનીમાં રહે છે.
આવા તત્વો તમને દરેક જગ્યાએ જોવા મળી જશે ફિલ્મી વિલનોના પાત્રોનું અનુકરણ કરી તેઓ રસ્તા વચ્ચે ધતિંગ કરતા હોય છે. અને હાલ કાલોલ શહેરમાં થોડા ઘણા સમયથી અસામાજિક તત્વો પણ વધુ બેફામ બન્યા છે જેઓને પોલીસ તેમજ કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ ગત રાત્રીએ આવા જ ફિલ્મી પાત્રોને અનુસરી ને પોતાની જાતને ‘ભાઈ’ ની ઓળખ બનાવવા જઈ રહેલા અમુક અસામાજિક તત્વોએ ગત રાત્રે નગરના મધ્યે આવેલ રાણાવાસમાં પોતાની ગેંગ સાથે આતંક મચાવ્યો હતો.
સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે તપન ધોબી અને રોહિત રાઠોડ નામના ઈસમોએ રાણાવાસમાં રહેતા રોહિત રતિલાલ રાણાના ઘરે જ્યારે ઘરમાં બે બાળકો એકલા હતા એવામાં આ ઈસમો ડંડા સાથે આવી પહોંચ્યા હતા અને ગંદી ગાળો બોલી રોહિત રતિલાલ રાણાની છોકરીને ધમકી આપતા કહ્યું કઈ ગયો તારો બાપ અમને દારૂમાં પોલીસમાં પકડાવ્યા હતાને હવે જો એમ કહીને આ બંને આરોપીઓ સાથે બીજા તેઓની ગેંગમાં ૩ ઈસમો જેમાં રાજુ રાવલ ને સાથે રાખીને આવેલ ૪ થી ૫ મકાનોના બારી બારણાં તોડી કાચની બોટલો નાખીને મારી નાંખવાની ધમકી આપી હતી તે ઉપરાંત ૭૫ હજાર જેટલી કિંમતની વસ્તુઓનું નુકશાન કર્યું હતું.
આ ઘટનાની કાલોલ પો.સ.ઈ એમ.એલ.ડામોરને થતા તેઓ તુરંત પોતાના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી જતા એમને ગણતરીના કલાકોમાં આ ત્રણ આરોપીઓને હસ્તગત કરી મામલો થાળે પડ્યો હતો કાલોલ શહેરમાં છાસવારે ફિલ્મી પાત્રનો વહેમ રાખીને ‘ભાઈગીરી’ કરવા ટેવાયેલા તત્વો સામે કાલોલ પો.સ.ઈ ડામોર દ્વારા લાલ આંખ કરવામાં આવતા આવા અસામાજિક તત્વોમાં ફફળાટ મચી જવા પામ્યો છે પોલીસ આવા તત્વો સામે કડક પગલાં લે તો જરૂર થી કાલોલમાં આવા અસામાજિક તત્વોથી છુટકારો મળી શકે છે.