રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા વડોદરા ગ્રામ્યમાં થતી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો ઉપર નાકાબંધી કરી વોચ રાખવા માટેની સુચનાઓ આપવામાં આવેલ હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અને પી.એસ.આઇ એલ.સી.બીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે કાયાવરોહણ ગામમાં માછી ફળિયામાં રહેતા કાંતિભાઈ લક્ષ્મણભાઈ વસાવા પોતાના આર્થિક ફાયદા માટે પોતાના મકાનમાં રાત્રિના સમયે જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી તેઓને જુગારના સાધનો અને સગવડો પૂરી પાડી વલણ મેળવી પોતે જુગારધામ ચલાવે છે. જે ચોક્કસ બાતમી ને આધારે એમ એમ રાઠોડ પી.એસ.આઇ એલસીબી તથા એલસીબી સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે રાખી ટીમ બનાવી કાયાવરોહણ ગામે રહેતા કાંતિભાઈ લક્ષ્મણભાઈ વસાવાના ઘરે જુગાર અંગે રેડ કરતાં કુલ સાત ઈસમો જુગાર રમતા હતા. જે તમામને પકડી પાડી આ તમામ આરોપીઓની અંગ ઝડપી કરવામાં આવી હતી .જેમાં ૨૦,140 રોકડા અને દાવ ઉપર લગાવેલા 8420 મળી કુલ રોકડા રૂપિયા ૨૯,560 તેમજ મોબાઇલ નંગ ૬ જેની કિંમત 41,000 રૂ.તથા વાહન નંગ ત્રણ જેની કિંમત 1,60,000 રૂ.આમ તમામની કુલ કિંમત રૂ 2,30,560નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અને ડભોઇ પોલીસ સ્ટેશનમાં જુગારનો ધારા હેઠળ ગુન્હો નોંધાયો હતો.આમ વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમને ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાંથી જુગારધામ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી. જેથી આવા જુગારધામ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.