રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે તમબાકું બીડીમાં કાળા બજારની ઘણી ફરીયાદો ગ્રાહકો તરફથી સાંભળવા મળી રહી છે. હોલસેલ વેપારીઓ દ્વારા રિટેલરોને પાસે થી પ્રીન્ટેડ ભાવ કરતા વધુ રૂપિયા લેવામાં આવે છે પરિણામે છૂટક ગ્રાહકો ને ડબલ ભાવે વસ્તુઓ મળે છે.
આ અંગેનો એક વિડીયો સોશ્યિલ મીડિયા માં વાયરલ થયો છે.માંગરોળ ની જલારામ એજન્સી માં હોલસેલના વેપારી રિટેલરો પાસે થી ઉઘાડી લૂંટ ચલાવતો જોવા મળ્યો હતો.રૂપિયા 165 પ્રિન્ટ ની વસ્તુના 200 રૂપિયા, 205 ની પ્રિન્ટના ભાઈ 250 રૂપિયા. 450 ની વસ્તુના 700 રૂપિયા, 1700 ની વસ્તુના 2000 જેટલા રૂપિયા ની ઉઘાડી લૂંટ વેપારી દ્વારા ચલાવતી હોવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે..
અમુક હોલસેલ વેઓરીઓ દ્વારા આ કાળાબજારી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે અંગે તપાસ કરવી ખુબજ જરૂરી છે. તંત્ર દ્વારા આવા કાળાબજારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી છે.