રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લાના પીપલોદ હાઇવે ઉપર એમ.પી પાર્સિંગના સ્વિફ્ટ ગાડીના ચાલકે બે બાઇકને પાછળથી અડફેટમાં લેતા એકનું ઘટનાસ્થળે મોત અન્ય એકને સારવાર હેઠળ લઈ જતાં મોત જ્યારે ત્રણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ સ્વિફ્ટ ચાલકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામ નજીકના હાઇવે ઉપર વહેલી સવારનાં આઠેક વાગ્યાના અરસામાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના ડાહ્યાભાઈ સોનાભાઈ બારીયા, તેમજ પંકજભાઈ ડાયાભાઇ બારિયા, એમ બંને જણા તેમની સ્પ્લેન્ડર બાઈક ઉપર તેમજ બીજી એક બાઈક ઉપર સવાર ફુલસિંહભાઈ રૂપાભાઈ પટેલ, જશવંતભાઈ રણછોડભાઈ પટેલ, તથા કિરણ જશવંત પટેલ, ત્રણે જણા રહે.જામદરા તા.શીગવડ જિલ્લો દાહોદ ઇન્દોર અમદાવાદ હાઈવે રસ્તા ઉપર પીપલોદ ગામના બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે દાહોદ તરફથી એમ.પી પાર્સિંગ ની સ્વિફ્ટ ગાડીના ચાલકે પાછળથી આવી બંને બે બાઇકને ટક્કર મારી. બાઈક ઉપર ચાલક સહિત સવાર મળી કુલ પાંચ જણ ને ગંભીર ઇજાઓ થવા પામેલ જેમાંથી પંકજભાઈ ડાયાભાઇ બારિયાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર જણની આસપાસના દોડી આવેલા ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ગોધરા સારવાર અર્થે ખસેડ્યા હતા. જેમાં ફુલસિંહભાઈ રૂપાભાઈ પટેલ રહે. જામદરા ને વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું રસ્તામાં મોત નીપજ્યું હતું. ત્યારે આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે મહેશભાઇ મોહનભાઇ બારીયાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.