રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં રહેલી વિસંગતતાઓ વિરુદ્ધ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા રજુઆતને સફળતા ખેડૂતોનાં હિતમાં નિર્ણય લેવામાં આવ્યો.
કેશોદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવેલા છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુની વાડી વિસ્તારમાં બે પોઝીટીવ કેસ નોંધાતાં જાહેર કરવામાં આવેલા કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધુ વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ હતો ત્યારે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા બાદ અમુક વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે ત્યારે પટેલ મીલ કંપાઉન્ડમાં આશીયાના એપાર્ટમેન્ટમાં એક પોઝીટીવ કેસ નોંધાતાં માત્ર એક જ બિલ્ડિંગમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ જેથી વહીવટી તંત્રની વિસંગતતાઓ નજરે પડી છે અને વધુમાં જાણવા મળતા કે આ જે દર્દી હોય તેમને જો વહેલી રજા મળે તો પણ જે તંત્ર દ્વારા સમય નક્કી કર્યો હોય તે સમય સુધી આ એરિયો બંધ રહે એવી ભૂલ ભરેલા સરકાર ના નિયમ વિરુદ્ધ કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ લેખિતમાં આવેદનપત્ર આપી નાયબ કલેકટર, મામલતદાર ચીફ ઓફિસર ધારાસભ્ય તથા સાંસદ શ્રી ને રજુઆત કરી માંગ કરી હતી જેમાં કેશોદના પ્રથમ કોરોના પોઝીટીવ દર્દી હતા તેમનો રીપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલથી રજા મળતા જુની વાડી વિસ્તારમાં આવેલા વ્યક્તીઓ ખેતીવાડી સાથે સંકળાયેલા હોય અને સરકારી નોકરી ત્થા ખાનગી નોકરી કરતા હોય જરૂરીયાત કરતાં વધારે વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતાં સમસ્યાઓ વધી હતી આ પ્રશ્ને મેહુલભાઈ ગોંડલીયાની રજુઆતને તંત્ર દ્વારા ધ્યાને લઇ અને માત્ર દર્દીના રહેઠાણ પૂરતું જ કન્ટેનમેન્ટ કરી અને બાકી લોકોને આજથી જ મુક્ત કરતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની રજુઆત સફળ રહેતા સ્થાનિક રહેવાસીઓએ મેહુલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.