રિપોર્ટર: વિક્રમ સાંખટ
સુરતમાં કોરન્ટાઇનના લગાવેલા સિક્કાથી એલર્જી થઈ હતી. એક પરિવાર જૂનાગઢથી સુરત આવ્યો હતો. જો કે દંપતી અને તેના બાળકના હાથમાં એલર્જી નીકળી હતી. મનપાએ હાથ પર સિક્કો લગાવ્યો હતો. પરિવારે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. ભાજપના જ ધારાસભ્યએ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને લઈને ઉઠાવ્યા સવાલો એક તરફ સુરતમાં કોરોનાના કેસ વકરી રહ્યા છે. ત્યાં બીજી તરફ ભાજપના વધુ એક ધારાસભ્યએ કન્ટેન્ટમેન્ટ વિસ્તારને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે.
સુરતના કતારગામના ધારાસભ્ય વિનુ મોરવાડીયાએ પાલિકાની કન્ટેન્ટમેન્ટ ઝોનની પૉલિસી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે આખા વિસ્તારને પાલિકા કન્ટેન્ટમેન્ટ જાહેર કરી દે છે.સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે તેવો પણ સવાલ કર્યો જોકે પોઝિટિવ કેસો માત્ર એક કે બે જ સોસાયટીમાં હોય છે. તેઓએ મહાપાલિકાને પત્ર લખી પ્રશ્ન કર્યા કે કન્ટેઈનમેન્ટ વિસ્તારના રહીશો રોજગાર ધંધા અને કોરી અર્થે તેઓ બહાર જઈ શકે કે નહી તે અંગે શું નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. તેઓ એ જ્યાં ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી છે. ત્યાં સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે તેવો પણ સવાલ કર્યો છે.