ચોમાસાનું આગામી સિઝનને ધ્યાને લઇ કાલોલ નગરમાં પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા આવી કામગીરીનો પ્રારંભ કર્યા બાદ કાલોલ નગર પાલિકા અને હાઇ-વે ઓથોરિટી એલ એન્ડ ટી કંપની દ્વારા કાલોલ નગર મધ્યેથી પસાર થતા સ્ટેટ હોઇ-વે ની બંને તરફની જામી ગયેલી ગટરો સાફ કરવા સહિત શહેરના મુખ્ય માર્ગો અને નીચવાસ ભાગે આવેલ સોસાયટી વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે આગોતરા આયોજને કામગીરી નો આરંભ કરેલ છે. નીચાવસ ના ભાગોમાં આવેલ સોસાયટીઓમાં ગત વર્ષે થયેલા વ્યાપક વરસાદને પાણી ભરાઈ જતાં પાલિકા દ્વારા આવી સોસાયટી ઓમાંથી હંગામી ધોરણે પાણીના નિકાલની વયવસ્થા જે તે સમયે ગોઠવી હતી તેવી જ વ્યવસ્થા પાલિકા વહીવટી તંત્ર દ્વારા હાલના સંજોગે ચોમાસા પૂર્વે જ આરંભી દેવામાં આવી છે. પાલીકા અને એ એન્ડ ટી કંપનીના સયુંકત અભિયાનમાં હાથ ધરાયેલ પ્રી-મોન્સૂન સફાઈ કામગીરી આગમી બે થી ત્રણ દિવસ સુધી ચાલશે તેમ જાણવા મળ્યુ હતું. કાલોલ નગરમાં આવેલ મોટા ભાગની સોસાયટીઓની ભૌલોગિક પરિસ્થિતિ જોતા આવી સોસાયટીઓ માંથી કાયમી ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરી શકવી મુશ્કેલ હોઇ પ્રતિ વર્ષ પાણી નિકાલની વ્યવસ્થા હંગામી ધોરણે જ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Home > Madhya Gujarat > Kalol > કાલોલ: આગામી ચોમાસાની સિઝન ને ધ્યાને લઇ કાલોલ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી.