રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ૭ ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાની અંતર્ગત આવતી સ્કુલ/કોલેજોના કેડેટ્સ દ્રારા ગરીબ લોકો માટે પોતાના ઘરે ૧૫૦૦ જેટલા માસ્ક બનાવ્યા હતા. જિલ્લાભરમાં ગરીબ લોકો સુધી માસ્ક પહોંચાડવા માટે વેરાવળ એન.સી.સી.કેડેટ્સ દ્રારા કલેકટરશ્રી અજયપ્રકાશને માસ્ક અર્પણ કર્યા હતા.