રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ભારતભરમાં કુલ ૧૩ બીચનો બ્લુ ફલેગ બીચમાં સમાવેશ થયો છે. જેમાનો એક દીવનો ઘોઘલા બીચ પણ સામેલ છે.
દમણ-દીવ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયાસો અને માર્ગદર્શનના કારણે ઘોઘલા બીચનો અતિ સુંદર ડેવલોપ થયું છે. જેમાં વર્લ્ડ કલાસ ઈન્સ્ફાકટ્રેકચર, સ્વચ્છતા, વૃક્ષો, સુવિધા, સિકયોરીટી અને પર્યાવરણનો બચાવ અને પર્યટકોને પુરી સુવિધા ઉપ્લબ્ધ કરાવેલ છે.
આજરોજ ઘોઘલા બીચ ઉપર ઈન્ટરનેશનલ કોસ્ટલ ડે ના સંદર્ભમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં દીવ કલેકટર સલોની રાયએ ફલેગ હોસ્ટીંગ કર્યુ અને જણાવ્યું કે પર્યાવરણ મંત્રાલય દ્વારા આઈ એમ સેવિંગ માય બીચના કેમ્પેઈનનો પ્રારંભ કરાયો છે. જેનો ઉદેશ કુદરતી સૌંદર્યને બચાવીને રાખવું અને બીચને સેફ રાખવો અને ઘોઘલા બીચને બ્લુ ફલેગ બીચનુ પ્રમાણપત્ર મળે તેવી અપેક્ષા રાખીએ છીએ.
આ પ્રસંગે ડે.ડાયરેકટર ઓફ ટુરીઝમ કમ ડે.કલેકટર હરમીન્દર સીંઘ, મ્યુ.પ્રમુખ હિતેષભાઈ સોલંકી, ટુરીઝમ અધિકારી પ્રશાંત જોષી, પુષ્પસેન સોલંકી, કાંતિભાઈ સીકોતરીયા, શશીકાન્ત બામણીયા, વૃનાલી સોલંકી ઉપસ્થિત રહયા હતા.