રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. તથા સંપૂર્ણ ભારત દેશમાં વડાપ્રધાન શ્રી એ લોકડાઉનનો આદેશ કર્યો છે. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ પોતાની જોહુકમીથી ગરીબ આદિવાસી પ્રજાને રંજાડવાનું કામ વિના ડરે સરકારને અંધારામાં રાખી કરી રહ્યા છે તેવું કયુમ મેમણ એમ જણાવ્યું છે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ હાલમાં કેવડીયા ગામ ખાતે લોકોને બે ઘર કરવાનું કાવતરું ઘડી રહ્યા છે તેમજ વારંવાર પોલીસ તથા ગામ લોકો વચ્ચે ઘર્ષણ કરાવી રહ્યા છે તેમજની આવી કપરી પરિસ્થિતિમાં સરકાર ગરીબો માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે તથા તેનો સંપૂર્ણ લાભ ગરીબોને મળી રહે છે જો સરકાર ગરીબો માટે આટલી સારી સેવા કરી રહી હોય તો પછી અધિકારીઓ દ્વારા શા માટે આવા ગરીબ આદિવાસી પરિવારોને રંજાડવાની પ્રવૃતિ થઈ રહી છે તે એક ચર્ચાનો વિષય છે વધુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા ગરીબ આદિવાસી પ્રજાને રંજાડવાની તથા તેઓ પર અત્યાચાર કરવાની પ્રવૃત્તિથી સરકારની છબી પણ ખરડાઈ રહી છે અને આવા અધિકારીઓ જ સરકારને બદનામ કરી રહ્યાં હોય તેઓ જણાઈ રહ્યું છે ગરીબ આદિવાસી સમાજની લડતમાં અમારો સંપૂર્ણ ટેકો છે અને અમે આ પરિવારોની પડખે કાયમ માટે ઊભા રહી તેઓને ઉજળવા નહીં દઈએ અને જો અધિકારીઓ દ્વારા બળ પ્રયોગ કરાશે તો તેઓની સામે પણ ભવિષ્યમાં ઉગ્ર આંદોલન થવાની ચીમકી ઉચ્ચારી છે હાલમાં ગરુડેશ્વર તાલુકાના ગામ માં જે ફેન્સી ની કામગીરી ચાલી રહી છે તે બાબતે અધિકારીઓ મીડિયા સમક્ષ પણ કોઈપણ પ્રકારનો ખુલાસો કરતા નથી અને ગામલોકો તેઓની પાસેથી કામગીરીનો ઓર્ડર માંગે છે તોપણ તેઓ ગામલોકોને બતાવતા નથી તો આ કામગીરી કોના માર્ગદર્શન હેઠળ થઇ રહી છે તે પ્રશ્ન મહત્વનો છે. અને જો આ કામગીરી અધિકારીઓ દ્વારા સાચી રીતે થઈ રહી હોય તો શા માટે અધિકારીઓ ગરીબ પરિવારોને કંઈપણ જણાવતા નથી. આદિવાસી સમાજને અમારો સંપૂર્ણ ટેકો છે અને તેઓની લડાઇમાં અમે હર હંમેશ તેઓની સાથે જ છીએ તેઓ કડક શબ્દોમાં જણાવ્યું હતું.