રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લા ના બે નાયબ મામલતદારો પોતાની મરજી મુજબ મનમાની કરતા હોવાની ચર્ચા સંભળાઈ રહી હોય જેમાં એક સરકારી વાહન પોતાના અંગત કામોમાં ડ્રાઈવર વિના જાતેજ લઈને ફરે છે જ્યારે એક તપાસ ના નામે ખર્ચા કાઢવા પોતાની પ્રાઇવેટ ગાડી લઈ રોફ જમાવતા હોવાની બુમ ઉઠી છે.સાથે એમ પણ જાણવા મળ્યું છે કે આ બંને ના.મામલતદારો પર ઉપલા અધિકારીઓ ના આશીર્વાદ હોય કોઈ તેમનો વાળ પણ વાંકો નથી કરી શકતું.ત્યારે એ ઉપરી અધિકારી કોણ અને તેમનો આ અધિકારીઓ ને છૂટો દોર આપવા પાછળ નો અંગત ફાયદો શુ હશે.?
જોકે બે મહિના થી ચાલી રહેલા લોકડાઉન માં આ બે અધિકારીઓ પોતાના સ્ટાફ માં કોઈ ને ગાંઠતા નથી અને પોતાનીજ મનમાની કરી મનફાવે ત્યારે મરજી મુજબ લટાર મારવા નીકળી પડતા હોય તેમાં એક સરકારી વાહન લઈ પોતાના અંગત કામો માટે ગમે ત્યાં ફરે છે જ્યારે એક સસ્તા અનાજ ની દુકાનો પર તપાસ ના નામે પોતાની પ્રાઇવેટ ગાડી લઈ બે ત્રણ હજાર ની રોકડી કરવા ગમે ત્યારે નીકળી પડતા હોવાની બુમ સંભળાઈ રહી છે.જોકે સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ બંને અધિકારીઓ પર ઉપરી અધિકારી ઓ મહેરબાન છે તેથી કોઈ તેમનો વાળ વાંકો કરી શકતું નથી પરંતુ અંદરોઅંદર નજરે નજારો નિહાળતા સ્ટાફ માં આ બંને અધિકારીઓ ના આ રાજાશાહી ઠાઠ ની ભારે ચર્ચા હાલ નર્મદા જિલ્લામાં સંભળાઈ રહી હોય આ વાત થી લગભગ બધા ઉચ્ચ અધિકારીઓ પણ વાકેફ હશે ત્યારે આ વાત માં થોડું પણ તથ્ય હોય તો જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી તેમની સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું.