રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગુજરાતનાં ગીર જંગલની વાત આવે એટલ ગીરનાં રાજા સિંહની તરત જ યાદ આવી જાય. ત્યારે ઉનાના રાજપરા બંદર પર ગત મોડી રાત્રે એક સાથે ૪ સિંહ જોવા મળ્યા હતા. સિંહ પરિવારની એક ડણકથી આખુ રાજપરા બંદર ધ્રુજી ગયુ હતું અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જો કે ગીર વિસ્તારમાં સિંહો ઘણી વખત આમ ખુલ્લેઆમ જોવા મળતા હોય છે. ત્યારે ફરી એક વખત સિંહ પરિવારનો વીડિયો સામે આવ્યો છે.