રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં વાંસોજ ગામનો યુવાન થોડા દિવસ પહેલા મુંબઈથી વાંસોજ આવેલ અને તેને હોમ કોરોન્ટાઈન કરેલ આ વ્યકિત કોરોના પોઝીટીવ આવતા તેના પરિવારના દરેક સભ્યોનો સેમ્પલ લઈ પરિવારને હોમ કોરોન્ટાઈન કરેલ. પરંતુ વાંસોજથી દીવ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવવા આવનાર નર્સ લલીતા ઝાલાનો રિપોર્ટ નેગેટીવ આવતા દીવ કોરોનાથી સુરક્ષીત થતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.