રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ખાંભા તાલુકાના આંબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઈ જાદવનું કહેવું છે કે, આજ સુધી કોરોનોની સાથે લડત આપતું આબલીયાળા ગામ કટિબધ્ધ રહ્યું છે અને હોંમકોરોન્ટોઈન નું ચુસ્ત પણે પાલન કરનારા મારા વહાલા ગ્રામજનોએ પૂરતો સહકાર આપ્યો છે. માટે આપણું ગામ કોરોનોથી દૂર રહ્યું છે એટલે મારી ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે ગિર સોમનાથ જિલ્લો આપણા ગામને અડીને આવેલો હોય અને ખાસ કરીને વેવાઈ વેલા, સગા સંબંધી ગીર સોમનાથ જિલ્લામાં હોય અને અત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસનો ગીર સોમનાથ જિલ્લામાં વધારો થય રહ્યો છે તો બને ત્યાં સુધી અંગત કામ સિવાય ખોટે ખોટું ફરવા જવું નહીં જેથી કરીને આપણે બધાએ કરેલી મહેનત નિષ્ફળ ન જાય. તેથી મહેરબાની કરીને આ ભયંકર રોગથી સાવચેત રહેજો અને રમતમાં નહીં સમજતાં. આપણા વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે લોકડાઉન આપવામાં આવેલ અને તેમના દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેમનું ખૂબ સારી રીતે પાલન કરવામાં આવ્યું. આ લોકડાઉનમાં મને મદદરૂપ થનાર ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, મિત્રો, વડીલો, દુકાનદારો, પ્રા.શાળા સ્ટાફ,હોમગાર્ડ જવાન,આરોગ્યનો સ્ટાફ તથા ગ્રામજનોનો હું દિલથી હદયપૂર્વક આભાર માનું છું.