રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલ તાલુકાના સીતાપુર ગામમાં કોરોના વાયરસનો એક કેસ પોઝિટિવ આવતા સીતાપૂરમાં ખળભળાટ મચી ગયો છે. બીજું કે નવા વણકર વાસને કોરોન્ટાઇન કરવામાં આવતા રહીશો માટે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો છે.તદુપરાંત ગ્રામ પંચાયત સીતાપુર ના તલાટી કમ મંત્રીશ્રી લાલજીભાઈ ભરવાડ અને સ્થાનિક વોર્ડ સભ્ય તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ભલાભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ આખા વિસ્તારમાં સેનેટાઈઝર નો છાંટકાવ કરવામાં આવ્યો.