રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોરોના જેવી મહામારીને લોકડાઉન જેવી વિકટ પરિસ્થિતિમાં તમામ ગ્રામજનોએ તન મન ધન સાથે સરપંચ તેમજ સરકારને સહકાર આપ્યો છે. તેમજ શહેરોમાંથી આવેલ તાલડાના ગ્રામજનો સુરત અમદાવાદથી પોતાના વતન આવ્યા બાદ દરેકે હોમકોરોન્ટાઈન કરેલ છે અને તે તમામ ભાઇ બહેનોએ હોમકોરોન્ટાઈનનો ચુસ્ત પણે પાલન કર્યું છે. તેથી તમામ ગ્રામજનોને દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ વડીલોને મારા અંતરના પ્રેમથી પ્રણામ છે. સરપંચ રમેશભાઈ જાદવ સતત તાલડા ગામ ઉપર નજર રાખી રહ્યા છે.