રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
૩ ભેસના મોત, મકાન ધરાશયી, જમીનનું ધોવાણ થતાં વળતર ચુકવવા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની માગં
જાફરાબાદના નાગેશ્રીની રાયડી નદીમાં ઉપરવાસ ખુબ વરસાદ થતા રાયડી નદીનો ડેમ ઓવરફલો થઈ નાગેશ્રી નંદીમાં ઘોડાપુર આવ્યુ હતું. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા કેટલાય મકાનો ધરાશાયી થયા હતા નદીના ધસમસતા પાણીમાં આઠ પશુઓ તણાઈ મોતને ભેટયા હતા. આઠ માંથી ત્રણ ભેંસની લાશો મળી બાકીની શોધખોળ છતા બાકીની ભેંસો લાપત્તા આ બાબતે લોકોને ભારે નુકસાન થયું હતું.આ નુક્સાનનું વળતર ચૂકવવા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ એ માંગ કરી છે. અને તાપસ કરવા અધિકારી જાતે આવે તેવી પણ પ્રતાપભાઈ વરૂ ની રજુઆત કરી હતી.