જયવીરસિંહ સોલંકી – પંચમહાલ બ્યુરો ચીફ.
કાલોલ નારણપુરાથી એક ટેમ્પા ચાલક ૧૦ મજૂરોને ટેમ્પા લઈ ઘોઘંબા તરફ જતાં કાલોલ તાલુકાના જ ભુખી ગામના સીએટ કંપનીમાં કામ અર્થે બાઈ પર જતાં કાલોલ મલાવ રોડ આવેલાં આંટા પાટીયા પાસે બાઈક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. ત્યારે બાઈક સવાર ઠાકોર મહેન્દૃ ગણપત નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પા ચાલક પણ વાહનના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બાજુના ખાડામાં ઊતરી પડતા ટેમ્પા માં સવાર એક વ્યક્તિ નવનીતભાઈ કાળુભાઈ સોલંકીનું મોત નીપજ્યું હતું. ટેમ્પા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
જ્યારે બાઇક પર સવાર કીરપાલ વિજય જાદવ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ટેમ્પામાં સવાર બે વ્યક્તિઓ પણ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતાં. જેમને તાત્કાલિક સારવાર અર્થે કાલોલના રેફરલ હોસ્પિટલ ખાતે ૧૦૮ માં લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત માંથી એક ટેમ્પા સવાર અને એક બાઈક સવાર કામદાર ને ગંભીર ઈજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરા ખાતે વધુ સારવાર અર્થે રીફર કરાયેલા વ્યક્તિનું વડોદરા ખાતે હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું . જ્યારે એક ને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે ટેમ્પા ચાલક અને બાકીના ટેમ્પામાં સવારનો આબાદ બચાવ થયો હતો.