રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓ દિનપ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે થી આજે કોરોના વાયરસના વધુ ૪ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. તાલાળા તાલુકાના ૩ અને ઉના તાલુકાના ૧ દર્દીઓ સાજા થતા કોવીડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે.
તાલાળા તાલુકાના હડમતિયા ગામના રહેવાસી જમન નાથાભાઇ ભંડેરી (ઉ.વ.૪૮), જયાબેન જમનભાઇ ભંડેરી (ઉ.વ.૪૬), કેવલ રમેશભાઇ ભંડેરી (ઉ.વ.૨૪) અને ઉના તાલુકાના સિમર ગામના રહેવાસી નીલેશભાઇ જીવનભાઇ સાંખટ (ઉ.વ.૨૮) ને કોરોના વાયરસના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં કોરોના વાયરસ પોઝીટીવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને કોવીડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતે સારવાર હેઠળ હતા. તેઓ સ્વસ્થ થતા કોરોના વાયરસના કોઈપણ લક્ષણો ન જણાતા આજે આરોગ્ય કર્મચારીઓએ અભિનંદન પાઠવી રજા આપવામાં આવી હતી. એમ્બ્યુલન્સ દ્રારા તમામ દર્દીઓને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. કોરોના વાયરસ માંથી મુક્ત થતા દર્દીઓએ ડોકટર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો. ડો.સીકોતરીયાએ હોમકોરોન્ટાઇન રહેવા, માસ્ક બાંધવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માર્ગદર્શન આપ્યુ હતું.