અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં રામજી મંદિરની બાજુમા ગામલોકોના સહયોગથી પક્ષીઓ માટે એક ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યો છે. ઉનાળાના કપળા સમયમાં પક્ષીઓને રહેવા માટે મુશ્કેલી પડતી હોય છે. નદીના કિનારા, વૃક્ષોની ડાળીઓ અથવા પહાડો પર પંખીઓ પોતાના માળા બાંધીને રહેતા હોય છે. જોકે, ગામડું હોય તે શહેર તેમાં સેવાકીય પ્રવૃતિની સતત જ્યોત ઝળહળતી રહે છે. ત્યારે સીમરણ ગામમાં પણ પક્ષીઓને રહેવા માટે તકલીફ ન પડે તેથી ચબૂતરો બનાવવામાં આવ્યો છે. નાનકડા એવા સીમરણ ગામમાં ગામલોકોના સહકારથી 7 લાખ રૂપિયાના ખર્ચે પક્ષીઓ માટે ભવ્ય ચબુતરો બનાવવામાં આવ્યો છે. ચબુતરો 58 ફૂટ ઊંચાઈ ધરાવે છે. એક માળમાં 10 ઘર બનાવવામાં આવેલા છે. ચબૂતરામાં 360 જેટલા ઘર બનાવવામાં આવ્યા છે. ત્યારે સીમરણ ગામના લોકો દ્વારા હજારો પક્ષીઓને રહેવા માટેનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે આ ચબૂતરો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ચબુતરો હોય શકે છે.
Home > Saurashtra > Amreli > સાવરકુંડલા તાલુકાના સીમરણમાં પક્ષીઓ માટે 58 ફૂટ ઊંચાઈ ધરાવતો ભવ્ય ચબૂતરો બનાવવામાં આવ્યો.