Panchmahal / આર. કે. ની મુવાડી પ્રા. શાળા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

Education Gujarat Kalol Latest Madhya Gujarat

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ


ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે, તેઓ એક શ્રેષ્ઠ શિક્ષણવિદ્ધ હતા, તેમનો જન્મદિવસ એટલે જ “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે.

આર. કે. ની મુવાડી પ્રાથમિક શાળામાં આજરોજ બેગલેસ ડે અંતર્ગત આર.કે. ની મુવાડી ના આચાર્યશ્રી પટેલ નૈમિષા  પ્રભુદાસ ના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. સૌ બાળ શિક્ષકો એ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. શિક્ષકોના સન્માનના ભાગરૂપે બાળ શિક્ષક મિત્રોને સ્પેશિયલ નાસ્તાની મિજબાની પણ અપાઈ. શ્રેષ્ઠ શિક્ષકની કામગીરી કરેલ શિક્ષકો વણકર ભૂમિબેન કમલેશભાઈ તેમજ ચૌહાણ પ્રિયંકા નરવતભાઈને ડોમ્સ શૈક્ષણિક કીટ તેમજ આચાર્યનું પદ શોભાવી રહેલા ધોરણ 6 થી 8 ના આચાર્ય ચૌહાણ સંજનાબેન શૈલેષભાઈ તેમજ ધોરણ 1 થી 5 ના આચાર્ય ચૌહાણ ઉપેન્દ્રભાઈ ને પેન ની કીટ ભેટરૂપે આપવામાં આવી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય  પટેલ નૈમિષાબેન ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.. તેમજ  ભૂમિબેન, પ્રિયંકાબેન , સંજનાબેન , ઉપેન્દ્ર ભાઈ ને શ્રેષ્ઠ કામગીરી બદલ પારિતોષિક  આપવામાં આવ્યા.

શ્રેષ્ઠ શિક્ષક તરીકે જાહેર થયેલા વિદ્યાર્થઓને શ્રેષ્ઠ શિક્ષકથી સન્માનિત કરવામાં આવ્યા.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *