Panchmahal / કાલોલ ના બોરું ગામે આઝાદીના અમૃત કાળમાં ૭૮ માં સ્વતંત્રતા દિવસ રંગે ચંગે ઊજવણી કરવામાં આવી.

Education Gujarat Kalol Latest Madhya Gujarat

દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા કાલોલ તાલુકાનું બોરુ ગામ સંકલ્પબદ્ધ .


રાષ્ટ્રીય મહાપર્વ ૭૮માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે કાલોલ તાલુકાના બોરુ ગામે કાર્યક્રમમાં આન-બાન-શાનથી ગગનમાં તિરંગો ફરકાવીને મા ભારતીની આઝાદી માટે શહીદી વ્હોરેલા વીરોની શહાદતને ભાવાંજલિ અર્પણ કરી.

બોરુ ગ્રામ પંચાયત કક્ષાએ ડે.સરપંચ હર્ષાબેન પારેખ ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા ખાતે જ્ઞાન સેતુ (CET) પાસ કરેલ કુમારી આલિયા ઇકબાલભાઇ બેલીમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, પંચાયત સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને દેશ પ્રેમી નાગરિક ગણ, શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાને સલામી આપી ધ્વજવંદન કર્યું. મા ભારતીનાં ચરણોમાં વંદન કરી વીર શહિદોનું સ્મરણ કર્યું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *