|| પંચમહાલ મિરર ડેસ્ક ||
ગુજરાત માં હાલ શિક્ષણ વિભાગ માં એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે બંધ થવાનું નામ નથી દેતો.
શું પંચમહાલ માં પણ હશે??? આવા ભૂતિયા શિક્ષકો???? તટસ્થ તપાસ કરવા માં આવવી જોઈએ….
બનાસકાંઠાના દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં અમેરિકા રહેતાં હોવાની વાત સામે આવી છે.
આ શાળાનાં શિક્ષિકા ભાવનાબહેન પટેલ હાલમાં અમેરિકા રહેતાં હોવાની વાત સામે આવી છે અને તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ‘ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર’ છે.
ખુદ શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ જ આ બાબતનો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે.
શિક્ષિકા અમેરિકામાં રહેતાં હોવાની વાત બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
વિવાદ વધતાં જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આ મામલે ખુલાસો કર્યો છે.
કઈ રીતે આ મામલો પ્રકાશમાં આવ્યો અને શિક્ષિકા ખરેખર કેટલા સમયથી શાળામાં ગેરહાજર હતાં? શું તેમને પગાર પણ મળતો હતો?
શાળાનાં ઇન્ચાર્જ આચાર્યે શું આરોપો લગાવ્યા?
દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં ભાવનાબહેન પટેલ અંગે મીડિયા સમક્ષ વાત રજૂ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “શ્રી પાંછા પ્રાથમિક શાળા એ આદિવાસી પટ્ટાની એક શાળા છે. હું આ શાળામાં આવી તેને નવ મહિના જેટલો સમય થયો છે. આ શાળામાં ભાવનાબહેન પટેલ નામના એક શિક્ષિકા છે જેઓ પોતે અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે.”
“તેઓ વર્ષમાં એક મહિનો અહીં આવે છે. એક મહિનો આવીને તેઓ શિક્ષક તરીકે નોકરીમાં ચાલુ છે એવી ગણતરી કરાવીને જતા રહે છે. આવું કેટલાંય વર્ષોથી ચાલી રહ્યું છે.”
તેમણે આપેલી માહિતી અનુસાર ભાવનાબહેન 2027માં નિવૃત્ત પણ થવાનાં છે.