ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાં સુરતના બે માસૂમ બાળકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા હતા. ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત.
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાંથી અંદાજે 2ના મૃત્યુ થયા છે.
જાહેરાત
બસ રોડની સાઈડ પરની દીવાલ કૂદી સીધી ઘાટમાં ખાબકી
JCB અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બસચાલકે કાબૂ ગુમાવતાં બસ રોડની સાઈડ પરની દીવાલ કૂદી સીધી ઘાટમાં ખાબકી હોવાનું જણાઈ રહ્યું છે.
મૃતકના નામ.
1 – અતિફા અરફક શૈખ (ઉં.વ.7)
2 – અસ્ફાખ શેખ (ઉં.વ.3, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ)