પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો જોવા મળે છે.. પરંતુ તંત્ર નું મૌન….
કાલોલ શહેર માં આવેલ મારુતિ નંદન સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા અસંખ્ય કોનો કાપર્સ લાગવા માં આવેલ છે.. તો શું આ બિલ્ડર ને સોસાયટી ના રહીશો ના જીવન સાથે ચેડાં કરવા નું પણ લાઇસન્સ મળેલ છે ????? એ એક સવાલ છે… તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં ભરવા માં આવ્યા નથી…?..
શું કાલોલ લાગતા વળગતા તંત્ર ના અધિકારી ઓ આવી કોઈ ઘટના બનવા ની રાહ જોઈ રહ્યા છે???..
26 સપ્ટેમ્બર, 2023ના રોજ વન વિભાગે કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. કોનોકાર્પસ પર દેશમાં તેલંગાણા બાદ પ્રતિબંધ મૂકનારું ગુજરાત બીજા નંબરનું રાજ્ય છે. આ વૃક્ષ મોટે ભાગે સ્કૂલ અને સોસાયટી તથા રસ્તા વચ્ચેના ડિવાઈડર પર મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણા આરોગ્ય માટે જોખમી એવા આ વૃક્ષને કારણે લોકો શરદી અને ફેફસા સંબંધિત બીમારીનો ભોગ બને છે. તાજેતરમાં એક આવો જ આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
વન વિભાગના પરિપત્રમાં શું હતું?
કોનોકાર્પસ પર વનવિભાગે પ્રતિબંધ મૂક્યો ત્યારે પરિપત્રમાં જણાવ્યું હતું કે, સંશોધન અહેવાલો મુજબ આ પ્રજાતિના પર્યાવરણ, માનવ જીવન પર નકારાત્મક અસરો અને ગેરફાયદા ધ્યાને આવેલા છે. ઘણા સંદેશા વ્યવહાર કેબલ, ડ્રેનેજ લાઇન, તાજા પાણીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. આ વૃક્ષોમાં શિયાળાની ઋતુમાં ફૂલો આવે છે, તેની પરાગરજ આસપાસ ફેલાય છે અને શરદી, એલર્જી, ઉધરસ અને અસ્થમા જેવા રોગો ફેલાવે છે, તેવું પણ ધ્યાને આવ્યું છે. આ બાબતને ધ્યાને લઇને તમામ ખાતાકીય અને વન મહોત્સવ નર્સરીઓમાં કોનોકાર્પસ રોપા ઉછેરવા અને વાવેતર પર પ્રતિબંધ મૂકાયો છે
ખૂબ જ ઝડપથી વધતા અને દેખાવમાં પણ ફૂલેલા ફાલેલા આ વૃક્ષે એક ત્રણ વર્ષની બાળકીને શ્વસનતંત્રને લગતી રેસ્પિરેટરી ટ્રેક નામની ગંભીર બીમારી થઈ છે. આ બીમારી થવાનું કારણ તે બાળકી જ્યાં ભણતી હતી તે સ્કૂલમાં રહેલા કોનોકાર્પસના વૃક્ષ છે.
‘શ્વાસ લેવામાં તકલીફ થવા જેવી બીમારીઓ થઈ શકે’
પલ્મોનોલોજિસ્ટ ડો.જયકુમાર મહેતા કોનોકાર્પસથી થતી બીમારીઓ અંગે કહે છે કે, પોલન એલર્જી એટલે કે વિવિધ પ્રકારની વનસ્પતિઓની પરાગરજ શ્વાસોચ્છવાસ દ્વારા શરીરના સંપર્કમાં આવતા ઉદ્ભવતી એલર્જી છે.કોનોકોર્પસ પોલન એલર્જીના લક્ષણો નાક, ગળા તેમજ શ્વાસનળીની આંતરિક ત્વચા પર થતા સોજાને કારણે જોવા મળે છે. જેમાં નાકમાંથી પાણી પડવું, છીંકો આવવી, ગળામાં ખંજવાળ તેમજ ઉધરસ, ખાંસી, કફ જેવી તકલીફો થવી અને ઘણા કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં ભીંસ લાગવી તેમજ સિસોટી બોલવી વગેરે મુખ્ય છે. કોનોકોર્પસ પોલન એલર્જીનું નિદાન એલર્જી સ્પેશિયાલિસ્ટ પાસે કરાવી શકાય છે.
આ વૃક્ષથી નાકના ઉપરના ભાગમાં કફ જામે છે: ડો.તુષાર પટેલ