રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિશ્વમાં છેલ્લા પાંચેક મહિનાથી કોરોના વાઈરસે ભયંકર મહામારી ફેલાવી છે તેવામાં હાલની સ્થિતિ મુજબ ભારતની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે. એક ઉપર એક એક ઉપર એક એવું ભારતમાં ચોથા ચરણનું લોકડાઉન પણ શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા સરકારે બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી છે જેને લઈને સ્થાનિક તંત્રએ ભારે જહેમત ઉઠાવી છે. આજે વધુ 900 શ્રમિકોને વિઠલાપુર વિસ્તારમાંથી તેમના વતન ઝારખંડ અને છત્તીસગઢ મોકલવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. આજે વિઠલાપુર ઔદ્યોગિક હબ વિસ્તાર પર સુરેન્દ્રનગર સાંસદ ડૉ. મહેન્દ્રભાઈ મુજપુરાએ આ શ્રમિકોની બસને લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર જી.એસ.બાવા,માંડલ ભાજપના નેતાઓ,તલાટી,સરપંચ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શ્રમિકો વતન ઝારખંડ જવા વિરમગામથી સ્પે.શ્રમિક ટ્રેનમાં રવાના થયા હતા જેમાં 75 જેટલા શ્રમિકો છત્તીસગઢ જવા રવાના થયા હતા.