રીપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી
રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગતરાતે 12 વાગ્યે રેશનીંગના સસ્તા ભાવની અનાજ ની કાળાબજારિયાઓને ગ્રામ જનો દ્વારા પકડવામાં આવ્યા..
રાજુલા તાલુકામાં ફરી એક વખત રેશનીંગની જથ્થો ઝડપી પાડયો…
રાજુલાના બારપટોળી ગામની સસ્તા ભાવની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય) નું અનાજ ગરીબ લોકોમાં ફાળવવાનું હોય છે પરંતુ આ રેશનિંગ દુકાન ચલાવનાર પુથ્વીરાજભાઈ કોટીલા દ્વારા કાળા બજારમાં કોઈ અજાણ્યા શખ્સો વેચી રહ્યા છે. ત્યારે ગત રાત્રે 12 વાગ્યે અમારા ગામના જાગૃત નાગરિકો દ્વારા ટેમ્પા ચાલકને રોકી ચેક કરતા ટેમ્પામાં થી 20 કટા ધઉનો જથ્થો જડપી પડ્યો….
રાજુલામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેશનિંગના કાળા બજારિયા બેફામ બન્યા છે. ગરીબોના બદલે કોઇ અન્ય વ્યક્તિને વેચવામાં આવી રહ્યું હતું. તેની પૂછપરછ કરતા તેઓ એવું જણાવ્યુ કે અમે અનાજ માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે છે.
અને તેઓ ટેમ્પોને નંબર પ્લેટ પણ લગાડેલી નથી. તેનો વિડીયો દ્વારા રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું છે.તેમાં જે પણ વ્યક્તિ એ કે અધિકારી કોઈ પણ જવાબદાર હોય તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ગામ લોકોની માંગ છે ……….