આમોદ શહેર ખાતે બની રહેલ નવીન રોડ ની કામગીરી ચાલુ હોવાથી ભરૂચ જિલ્લા કલેટર તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માં આવ્યું.

bharuch Gujarat Latest


નેશનલ હાઈવે નં.૬૪ ઉપર આમોદ પાસેથી રોડની કામગીરી ચાલતી હોવાથી ૨૪ કલાક વાહનોથી ધમધમતા રોડ ઉપરથી પસાર થતાં ભાડે વાહનોને કારણે વારંવાર ટ્રાફિકજામ થવાના બનાવો બન્યા કરે છે.

જે અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧)(બી) અન્વયે જાહેરનામુ બહાર પાડેલ છે કે તારીખ ૨-૧૨-૨૦૨૩ થી તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી જનતા ની સુવિધા અને સલામતી માટે નીચે જણાવેલ રોડ પર ભારે વાહનો ડાયવર્ટ કરવામાં આવે છે..


(૧) જંબુસર તરફથી આવી રહેલ ભરૂચ તરફ જતા વાહનોનો ટ્રાફિક સમા હોટલ સામેથી સરભાણ પાલેજ થઈ નેશનલ હાઇવે તરફ જશે..


(૨) ભરૂચ તરફથી આવતા જંબુસર તરફ જતા ભારે વાહનો દયાદરા થી નબીપુર થઈ નેશનલ હાઈવે પર જશે.
(૩) દહેજ અને વાગરા તરફથી આમોદ તરફ આવતા ભારે વાહનો વાગરા મુલેર ચોકડી થઈ ડેરોલ તરફ જશે. જે અંગે નું જાહેર નામુ પ્રસિદ્ધ કરવા માં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *