ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજાનું પણ વિધાન છે.
ઇન્દિરા એકાદશી 21 સપ્ટેમ્બર, બુધવારના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાની સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન આપવામાં આવે છે. આ તિથિનું મહત્ત્વ એટલાં માટે પણ છે કેમ કે આ તિથિ પિતૃ પક્ષ દરમિયાન આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધના દિવસોમાં વિષ્ણુ પૂજા કરવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. જાણો આ એકાદશીનું મહત્ત્વ અને પૂજા વિધિ….
પદ્મ પુરાણઃ સાત પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે
ઇન્દિરા એકાદશી પિતૃ પક્ષમાં આવે છે. એટલે તેનું મહત્ત્વ વધી જાય છે. ગ્રંથો પ્રમાણે આ એકાદશીએ વિધિપૂર્વક વ્રત કરીને તેના પુણ્યને પૂર્વજના નામે દાન કરી દેવામાં આવે તો તેમને મોક્ષ મળી જાય છે અને વ્રત કરનાર લોકોને વૈકુંઠ પ્રાપ્ત થાય છે.
પદ્મ પુરાણ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પીઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. આ એકાદશીનું વ્રત કરનાર પણ સ્વયં મોક્ષ પ્રાપ્ત કરે છે. ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જેટલું પુણ્ય કન્યાદાન અને અનેક વર્ષની તપસ્યા કરવાથી મળે છે તેટલું જ પુણ્ય એકમાત્ર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે.
ઇન્દિરા એકાદશીએ તુલસી અને ગંગાજળથી તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે, આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજાનું પણ વિધાન છે
કઈ વસ્તુઓનું દાન કરું
ભાદરવા મહિનાની એકાદશીએ ઘી, દૂધ, દહી અને અનાજનું દાન કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ તિથિએ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. ધનલાભ થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
એકાદશીના દિવસે વૃક્ષારોપણનું વિધાન
ડો. મિશ્ર જણાવે છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. આ પર્વમાં આંબળા, તુલસી, અશોક, ચંદન કે પીપળાનું ઝાડ વાવવાથી ભગવાન વિષ્ણુ સાથે જ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. તેનાથી કોઈ પૂર્વજ જાણ્યે-અજાણ્યે કરેલાં પોતાના કોઈ પાપના કારણે યમરાજ પાસે સજા ભોગવી રહ્યા હોય તો તેનાથી મુક્તિ મળે છે.
વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિની સાત પીઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે
વ્રત અને પૂજા વિધિ
- આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરો અને પિતૃઓની તૃપ્તિની કામના સાથે સૂર્યને અર્ઘ્ય આપો.
- ભગવાન વિષ્ણુ સામે વ્રત અને પૂજા સાથે દાન અને વૃક્ષારોપણનો પણ સંકલ્પ લો.
- એકાદશીએ ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. પંચામૃતથી ભગવાન શાલિગ્રામનો અભિષેક કરો.
- પૂજામાં અબીર, ગુલાલ, અક્ષત, જનોઈ, ફૂલ હોવા જોઈએ. તેની સાથે જ તુલસીના પાન પણ ચઢાવો.
- તુલસી પાન સાથે નૈવેદ્ય ધરાવો અને તે પછી એકાદશીની કથા વાંચીને આરતી કરવી જોઈએ.
- આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
- પંચામૃત અને પ્રસાદ વહેંચીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી જોઈએ.
Gujarat_nation
Panchmahal_mirror
Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA
વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.