નર્મદા બાદ તાપી નદી પર સૌથી લાંબો 700 મીટરનો પુલ બનશે.

Latest surat

બુલેટ ટ્રેનના રૂટ પર નર્મદા બાદ સહુથી લાંબો એટલે કે 700 મીટરનો પુલ તાપી નદી પર બનાવવામાં આવશે. નર્મદા નદી પર 1.26 કિમીના પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદાનદી પર સૌથી લાંબા પુલનું નિર્માણ કરાશે.1.26 કિમિ લંબાઈનો આ પુલ જુલાઇ 2024માં તૈયાર કરી દેવાની યોજના છે.આ ઉપરાંત તાપી નદી પર પણ 700 મીટરની લંબાઈનો પુલ બનાવવામાં આવશે.તાપી નદી પરનો પુલ નર્મદા પર બની રહેલા પુલ બાદનો સહુથી લાંબો પુલ હશે. તાપી ઉપરાંત કિમ નદી પર પણ 80 મીટરનો પુલ બનાવવામાં આવશે.કુલ 20 પુલોનું નિર્માણ કાર્ય 2024માં પૂરું કરી દેવામાં આવશે.નર્મદા પર બની રહેલા સૌથી લાંબા પુલમાં ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બેવડી લાઇનવાળા આ પુલ સ્ટીલ અને કોંક્રિટથી બનાવવામાં આવી રહ્યા છે. આણંદ અને વડોદરાને જોડનાર મહી નદી પર પણ તાપી નદીની જેમ જ 700 મીટર લાંબો પુલ બનાવવામાં આવશે.જેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.કુલ આઠ હાઇસ્પીડ રેલવે સ્ટેશનોમાંથી સુરત, વડોદરા, અમદાવાદનુ નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. મહી નદી પર બની રહેલા 700 મીટર લાંબા પુલના ફાઉન્ડેશનનું કામ કરાઇ રહ્યું છે. અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનને નિશ્ચિત સમય મર્યાદામાં દોડતી કરી દેવાની સરકારની યોજના છે. જેને લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળના નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યા છે. રેલવે સ્ટેશનો ઉપરાંત પુલ નિર્માણ અને અન્ય કામોએ પણ ગતિ પકડી છે. થોડા સમય અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત અને બિલીમોરા વચ્ચે પહેલો બુલેટ ટ્રેન રન થશે એવી વાત પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *