ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ ખેડૂતોના હિત માં વિવિદ્ય જોગવાઈઓ થાય તેવી કાર્યવાહી કરેલ છે. ગોધરા તાલુકાના ખેડૂતો દ્વારા સરકારી સાધનની સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી રહ્યા છે. અને ઓનલાઈન અરજી મારફતે પારદર્શિતાથી સરકારી સહાય મેળવી રહેલ છે.રાજ્ય સરકાર ખેતીવાડી યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હારવેસ્ટરની ફાળવણી ખુબજ ઓછી છે. અને ઘણા સંજોગમાં એક કે બે નું લક્ષ્યાંક હોય છે. જિલ્લામાં સાત તાલુકા છે તેવા સંજોગોમાં દરેક તાલુકામાં બે હારવેસ્ટર આપવામાં આવે તો ખેડૂતોને ખુબજ સરળતા રહે રહે તેમ હોઈ બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને લેખિત રજુઆત કરેલ છે. ગોધરા તાલુકાના મુખ્ય પાકમાં ડાંગર, ચણા સોયાબીન, ઘઉં રહે છે. પરંતુ તાલુકામાં સરકારી સહાયથી કોઈ હારવેસ્ટર નથી. તેવા સંજોગોમાં ખેતીમાં મુશ્કેલી રહે છે. અને ગોધરા તાલુકામાં કોઈ હારવેસ્ટર સરકારી યોજનામાં મળેલ નથી. જેથી ખેડુત હિતમાં ગોધરા તાલુકાને ખાસ કિસ્સામાં હારવેસ્ટર આપવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવેલ છે ગોધરા ખાતે ગરીબ કલ્યાણ મેળા માં પધારેલ કૃષિ મંત્રી રાઘવજી પટેલને એપીએમસી ગોધરાના ચેરમેન આ બાબતે રજુઆત કરેલ હતી. અને તે અંગે જરૂરી કાર્યવાહી કરવા અને સંબધિત ને સૂચના થવા રાજેન્દ્રસિંહ ચૌહાણને મંત્રી એ જણાવેલ હતું આજ રોજ રાજ્ય સરકારના કૃષિ મંત્રી ને ખેડુતહિત માં વિનંતીપત્ર પાઠવવામાં આવેલ.
Home > Madhya Gujarat > Godhra > એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા જિલ્લાના ખેડૂતોને હારવેસ્ટર ફાળવવા કૃષિ મંત્રીશ્રીને રજુઆત.