રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે રાજકીય અગ્રણીઓ દ્વારા પ્રતિમા ને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આજરોજ 14 મી એપ્રિલ ભારત ના બંધારણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 131મી જન્મ જયંતિ નિમિતે કવાંટ ખાતે ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને સાંસદ ગીતાબેન રાઠવા એ પુષ્પાંજલિ અર્પિત કરી હતી, તદઉપરાંત વિધાનસભા સભા ના વિરોધ પક્ષ ના નેતા સુખરામ ભાઈ રાઠવા તેમજ સમાજ સેવકો, આગેવાનો દ્વારા પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમ માં ભાજપા જિલ્લા પ્રમુખ રશ્મિભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ જિલ્લા એસ.સી મોરચા પ્રમુખ અશોકભાઈ જિલ્લા એસ.સી મોરચા મહામંત્રી વિજયભાઈ તથા તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.