નર્મદા કેનાલનું સમારકામ,વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સાત દિવસ પાણીનો કકળાટ

Latest vadodara

નર્મદા કેનાલનું સમારકામ હાથ ધરાતા ભર ઉનાળે વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં સાત દિવસ સુધી પાણીનો કકળાટ સર્જાશે. આ વિસ્તારની પાંચ પાણીની ટાંકી અસરગ્રસ્ત બનતા સાત દિવસ સુધી પાણી હળવા દબાણથી ઓછા સમય માટે વિતરણ કરાશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું સમારકામ 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી હાથ ધરવામાં આવ્યું છે. પરિણામે તેને સંલગ્ન વડોદરા બ્રાન્ચ કેનાલમાં પાણીની અછત સર્જાશે. અને શેરખી ઇન્ટેક્વેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થશે. જેના કારણે 15મી એપ્રિલથી 21મી એપ્રિલ સુધી ખાનપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી મેળવતો પશ્ચિમ વિસ્તાર અસરગ્રસ્ત બનશે.  ગાયત્રીનગર ટાંકી, હરીનગર ટાંકી, તાંદલજા ટાંકી, દક્ષિણ વિસ્તારની જીઆઇડીસી ટાંકી અને માંજલપુર ટાંકીઓના દાયરામાં પાણીની આવક મુજબ હળવા દબાણથી, ઓછા સમય માટે અને વિલંબથી પાણી વિતરણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *