જામનગર મહાનગરપાલિકાની બુધવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 155.01 લાખના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. પાબારી હોલનું સંચાલન દાતા પરિવારને સોંપવા માટે મંજૂર કરી જનરલ બોર્ડ માટે મોકલવામાં આવી છે. શહેરમાં ચાલતી 10 સિટી બસની મુદ્દતો હૈયાત પાર્ટીને 1 વર્ષ માટે વધુ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત રીબેટ યોજના 1 વર્ષ માટે મંજૂર કરવા માટે જનરલ બોર્ડ તરફ મોકલી દેવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની બુધવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પાબારી હોલનું સંચાલન 5 વર્ષ માટે દાતા પરિવારને સોંપવાનું જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ જામનગર મહાનગરપાલિકાની 10 સિટી બસ ચલાવવાનું કામ હૈયાત પાર્ટીને 1 વર્ષની મુદ્દત માટે વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રીબેટ યોજના તારીીખ 16-4-2022થી તારીખ 31-5-2022 સુધી અગાઉની જેમ જે તે કેટેગરીવાઈઝ રીબેટ આપવામાં આવતું હતું તે જનરલ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામોના રૂા.155.01ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
Home > Saurashtra > Jamnagar > જામનગરના પાબારી હોલનું સંચાલન વધુ 5 વર્ષ દાતા પરિવારને સોંપવાનો નિર્ણય.