તબીબોની હડતાલથી ઇમરજન્સી દર્દીઓમાં 25 ટકાનો ઘટાડો.

Gandhinagar Latest

સરકારને સદ્દબુદ્ધિ આવે તે માટે હડતાલમાં બેઠેલા તબીબોએ હવન કર્યો હતો. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલને પગલે ઇમરજન્સી સારવાર લેવા આવનાર દર્દીઓમાં 25 ટકાનો કાપ આવ્યો છે. આથી દર્દીઓ ખાનગી હોસ્પિટલના સહારે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જોકે સિનિયર તબીબો નહી હોવાથી ઇન્ડોર દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. જ્યારે બીજી તરફ તબીબોની હડતાલની જાણ લોકોને થતાં ઇમરજન્સી સારવાર માટે દર્દીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવતા નથી. પરંતુ ખાનગી હોસ્પિટલો અને દવાખાનાનો રસ્તો પકડ્યો છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં અગાઉ માત્ર દસેક બેડ જ રાખવામાં આવ્યા હતા. પરંતુ દર્દીઓના ધસારાને જોતા બેડની સંખ્યા વધારીને ત્રીસ કરવામાં આવી છે. તેમ છતાં બેડ દર્દીઓથી હાઉસફુલ થઇ જતા હતા. જોકે ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઓબ્જર્વેશન હેઠળ ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવે છે. ત્યારબાદ જરૂર જણાય તો રજા કે દાખલ કરવામાંં આવે છે.હડતાલ ઉપર બેઠેલા તબીબોને પુછતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર માત્ર માંગણીઓ સંતોષી લે તે જરૂરી નથી. પરંતુ પ્રશ્નોના ઉકેલનો આદેશ કરવામાં આવશે તો જ હડતાલ પૂર્ણ કરવામાં આવશે. અન્યથા હડતાલ ચાલુ રાખવામાં આવશે તેમ તબીબોએ ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *